Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો લૉકડાઉનમાં લોકોને જાતે હેરકટ કરવા પડે છે

બોલો લૉકડાઉનમાં લોકોને જાતે હેરકટ કરવા પડે છે

28 March, 2020 08:01 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોલો લૉકડાઉનમાં લોકોને જાતે હેરકટ કરવા પડે છે

લૉકડાઉનમાં લોકોએ જાતે પોતાના હેર કટ કર્યા

લૉકડાઉનમાં લોકોએ જાતે પોતાના હેર કટ કર્યા


લૉકડાઉન જાહેર થયું ત્યારે એક જોક વાંચવા મળેલો કે મોદીજી, વચ્ચે બે વાર નાઈની દુકાન ખોલવાની છૂટ આપજો નહીંતર એકવીસ દિવસના અંતે બાવા અમને ઉપાડી જશે. ખરેખર વાળ કાપવાની સમસ્યા દુનિયાભરમાં થઈ રહી છે અને બ્રિટનમાં તો લોકોએ એના જબરા પ્રયોગો પણ શરૂ કરી દીધા છે. હંમેશ કામગરા બ્રિટિશર્સ માટે આ દિવસો વસમા જઈ રહ્યા છે. નાઈની દુકાનો બંધ છે અને હેરકટ વિશે યુટ્યુબ જેવી વેબસાઇટ્સ પર માર્ગદર્શનો ઉપલબ્ધ હોવા છતાં લોકોને માટે પ્રૅક્ટિસ વગર કાતર અને કાંસકા જેવાં સાધનો ચલાવવાનું શરૂ કરી દીધું છે. એને કારણે લંડન, લેસ્ટર, મૅન્ચેસ્ટર કે વેલ્સ દરેક ઠેકાણે થોડા દિવસમાં ઘેર-ઘેર હેરસ્ટાઇલિસ્ટ્સ વિકસી રહ્યા છે.

બાવીસ વર્ષની લારાએ હેરસ્ટાઇલિંગની કોશિશ કરી ત્યારે તેના માથાની બરાબર વચ્ચે ત્રિકોણાકાર ગૅપ રહી ગયો છે. વીસ વર્ષનો મૅટ પણ ઘણા પ્રયત્નો પછી કેશકર્તન અડધું મૂકી ચૂક્યો છે. વીસ વર્ષનો જૉશ ઘણી કોશિશો પછી ફક્ત તપેલી કટ કરીને ભવિષ્યમાં ફરી વાળ કાપવાના પ્રયોગો નહીં કરવાનો નિશ્ચય કરીને બેઠો છે. એવી જ રીતે ૨૩ વર્ષના હૅરીના માથા પર તપેલી કટ હેરસ્ટાઇલ દેખાય છે. બાવીસ વર્ષનો ટૉમી અને એ જ ઉંમરનો ઑલી ઉંદરે કાતરેલા વાળ જેવી સ્થિતિમાં છે. આમ ઘેર-ઘેર ફની ઘટનાઓ બની રહી છે અને લોકો સોશ્યલ મીડિયા પર એ તસવીરો શૅર કરીને આનંદ માણી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 08:01 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK