કાનપુર પાસેના એક ગામમાં એક ભત્રીજાએ કાકીના પ્રેમમાં પડીને કાકાનું જ કાસળ કાઢી નાખ્યું હતું. કાકી અને ભત્રીજો બન્ને પ્રેમમાં હતાં અને કાકીના કહેવા પર ભત્રીજાએ આ કામ કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કાનપુર પાસેના એક ગામમાં એક ભત્રીજાએ કાકીના પ્રેમમાં પડીને કાકાનું જ કાસળ કાઢી નાખ્યું હતું. કાકી અને ભત્રીજો બન્ને પ્રેમમાં હતાં અને કાકીના કહેવા પર ભત્રીજાએ આ કામ કર્યું હતું. અમરોધા ગામના ૪૦ વર્ષના મોહમ્મદ કલીમની ૨૭ ડિસેમ્બર રાતે ગળું ચીરીને કોઈએ હત્યા કરી નાખી હતી. તેમનું શબ ઘરના ખાટલા પર જ પડેલું મળ્યું હતું. પોલીસે આ બાબતે પરિવારજનો અને ગામમાં પૂછપરછ કરતાં પરિવાર બીજા ગામમાં કોઈકનાં લગ્નમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું. એને કારણે પહેલાં તો પોલીસે આત્મહત્યાનો કેસ હોવાની સંભાવના સાથે શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યું. જોકે તપાસમાં ખબર પડી કે એ હત્યા છે અને ઘરના જ કોઈકે આ કામને અંજામ આપ્યો છે. પોલીસે કલીમની પત્નીને ધાકધમકી આપીને પૂછ્યું તો તેણે પોતાના ભત્રીજા સમર શમીમે આ કામ કર્યું હોવાનું કબૂલી લીધું હતું. જ્યારે ભત્રીજાને પૂછવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બન્ને એકબીજાના પ્રેમમાં હોવાથી કાકીના કહેવાથી ભત્રીજાએ કાકાનું ખૂન કર્યું હતું.


