લોકો પોતાના પેટ્સને એમ્બ્રૉઇડરી અને આભલાંવાળાં કેડિયાં, ચોળી, ફેસ્ટિવલ જૅકેટ્સ પહેરાવીને લઈ આવ્યા હતા અને ડૉગ્સને ઊંચકીને ગરબા રમ્યા હતા
પપીઝ પણ ગરબાનાં કૉસ્ચ્યુમ્સ પહેરીને મહાલ્યાં
સુરતીઓએ હવે નવરાત્રિના ઉત્સવને લેવલ-અપ કરી લીધો છે. નવરાત્રિ શરૂ થાય એ પહેલાં જ સુરતીઓએ તેમના પાળેલા ડૉગીઝ માટે ખાસ પેટ-ફ્રેન્ડ્લી ગરબા યોજ્યા હતા. ગુરુવારે અને શુક્રવારે બે અલગ-અલગ સ્થળોએ ડૉગ્સ માટે ગરબા યોજવામાં આવ્યા હતા. લોકો પોતાના પેટ્સને એમ્બ્રૉઇડરી અને આભલાંવાળાં કેડિયાં, ચોળી, ફેસ્ટિવલ જૅકેટ્સ પહેરાવીને લઈ આવ્યા હતા અને ડૉગ્સને ઊંચકીને ગરબા રમ્યા હતા. પૉરાસ અને પૉવરાત્રિ નામે આ ઇવેન્ટ યોજાઈ હતી. સામાન્ય રીતે નવરાત્રિમાં ઘોંઘાટિયા વાતાવરણમાં પાળતુ પ્રાણીઓ ડિસ્ટર્બ થઈ જાય છે. લાઉડ મ્યુઝિક ડૉગીઝને બહુ ગમતું નથી. જોકે પેટ-ફ્રેન્ડ્લી નવરાત્રિમાં પાળેલાં ગલૂડિયાંઓ અને ડૉગીઝને જલસો પડી ગયો હતો.
