Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩ વર્ષની મન્વિતાને જરૂર છે તમારી મદદની

૩ વર્ષની મન્વિતાને જરૂર છે તમારી મદદની

Published : 12 October, 2026 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિગત પ્રમાણે બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલ ફૉર ચિલ્ડ્રનના અકાઉન્ટમાં તેના નામે પૈસા જમા કરાવી શકે છે.

મન્વિતા જાધવ

મન્વિતા જાધવ


માત્ર ૩ વર્ષની ઉંમરે ટ્રાન્સ્ફ્યુઝન-ડિપેન્ડન્ટ થૅલેસેમિયાની ગંભીર બીમારીનો ભોગ બનેલી મન્વિતા જાધવની હાલ બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલ ફૉર ચિલ્ડ્રનમાં સારવાર ચાલી રહી છે. તેની તબીબી તપાસ મુજબ જો તેને સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો તે બચી જાય એમ છે. જોકે તેના પરિવારની કોઈ વ્યક્તિના સ્ટેમસેલ તેને મૅચ થઈ ન રહ્યા હોવાથી બહારથી તેના સ્ટેમસેલ મેળવવાની કોશિશ કરાઈ છે અને એમાં બહારની વ્યક્તિના સ્ટેમસેલ તેને મૅચ થઈ રહ્યા છે. જોકે એ સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટની સારવાર અને દવાઓ, ટેસ્ટ વગેરેનો ખર્ચ કુલ મળીને પચીસ લાખ રૂપિયા સુધી પહોંચે એમ છે જે તેનો મધ્યમવર્ગીય પરિવાર ઉઠાવી શકે એમ નથી એટલે તેને આર્થિક મદદ કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ તેની ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. 

‘મિડ-ડે’ના જે કોઈ વાચકો આ બાળકીને મદદ કરવા માગતા હોય તેઓ નીચેની વિગત પ્રમાણે બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલ ફૉર ચિલ્ડ્રનના અકાઉન્ટમાં તેના નામે પૈસા જમા કરાવી શકે છે. જોકે રેફરન્સની કૉલમમાં મન્વિતા જાધવનો UMR no.240017275 જરૂરથી લખવો જેથી એ મદદના પૈસા તેના માટે જ વાપરી શકાય. 



બૅન્ક-ડીટેલ 
Bank Name : Cenrtal Bank Of India
A/C Name : Bai Jerbai Wadia Hospital for Children
A/C no. : 3177415616
IFSC code : CBIN0281209
Ref: UMRno. 240017275 (Manvita Jadhav)


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK