નાગપુરના ગરબા ગ્રાઉન્ડમાં, ઉત્સવની ઉજવણીમાં ઉત્સાહ ઉમેરતા, ઉત્સવના લોકો પરંપરાગત ગરબા પોશાકની સાથે સર્જનાત્મક પોશાકનું પ્રદર્શન કરે છે.
આઠ નકલી હાથ લગાડીને મલ્ટિટાસ્કિંગ મહિલાના રોલમાં ગરબા રમતાં
ગરબાના ગ્રાઉન્ડમાં બધા આભલા-ટીકલીઓવાળાં ટ્રેડિશનલ કપડાં જ પહેરે એવું થોડું છે. નાગપુરમાં એક ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલની સાથે કેટલાક થીમ બેઝ્ડ કૉસ્ચ્યુમ્સ પહેરીને ગરબે ઘૂમતા લોકો જોવા મળ્યા હતા. એક બહેન લિટરલી આઠ નકલી હાથ લગાડીને મલ્ટિટાસ્કિંગ મહિલાના રોલમાં ગરબા રમતાં જોવા મળ્યાં હતાં.
તો એક ભાઈ માથાની પાઘડીમાં શિવલિંગ, ડમરુ, વાસુકિ નાગ અને ત્રિશૂળ ધારણ કરીને ગરબા રમતા હતા.

