વિધવા મહિલાનો આરોપ છે કે સરકારી હૉસ્પિટલમાં મેડિકલ સારવાર સાથે પૈસાની ગેરકાનૂની વસૂલી થાય છે
રેશમા નામની મહિલા તેની ૧૪ વર્ષની દીકરીને લઈને કલેક્ટરને ફરિયાદ કરવા પહોંચી હતી
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જિલ્લાકલેક્ટર પાસે એક વિચિત્ર ફરિયાદ આવી. રેશમા નામની મહિલા તેની ૧૪ વર્ષની દીકરીને લઈને કલેક્ટરને ફરિયાદ કરવા પહોંચી હતી. આ વિધવા મહિલાનો આરોપ છે કે સરકારી હૉસ્પિટલમાં મેડિકલ સારવાર સાથે પૈસાની ગેરકાનૂની વસૂલી થાય છે. વાત એમ હતી કે રેશમા તેની દીકરીનો પગ ભાંગી ગયો હતો એની સારવાર માટે જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં ગઈ હતી. ત્યાં તેની સારવાર તો કરવામાં આવી પણ પૈસાની માગણી પણ કરવામાં આવી. હાડકું જોડવા માટે વધુ સારવારની જરૂર છે એમ કહીને તેની પાસે ૮૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા. રેશમા પાસે એટલા પૈસા નહોતા. તેણે જ્યારે પૈસા નહીં આપી શકે એમ કહ્યું તો પેલા ડૉક્ટરે સાંધેલા હાડકાવાળા પગને ફરી મરોડીને હાડકું તોડી નાખ્યું હતું. હવે જિલ્લાકલેક્ટર આ બાબતે તપાસ કરી રહ્યા છે.
