Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL પ્રત્યે સખત વલણ અપનાવીશું તો કદાચ જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ અમારા માટે ફરી નહીં રમે: બેન સ્ટોક્સ

IPL પ્રત્યે સખત વલણ અપનાવીશું તો કદાચ જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ અમારા માટે ફરી નહીં રમે: બેન સ્ટોક્સ

Published : 05 June, 2026 02:12 PM | Modified : 05 June, 2026 02:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026માં રાજસ્થાન રૉયલ્સ માટે રમનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડ ટીમ-મૅનેજમેન્ટે આરામ આપ્યો હતો.

જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ

જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ


IPL 2026માં રાજસ્થાન રૉયલ્સ માટે રમનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડ ટીમ-મૅનેજમેન્ટે આરામ આપ્યો હતો. ભારતની લીગમાં ભાગ લેવાને કારણે જોફ્રા આર્ચર નૅશનલ ડ્યુટી ચૂકી રહ્યો છે એ વાતને લઈને ક્રિકેટ-નિષ્ણાતોએ પ્રશ્નો ઊભા કર્યા છે. ઇંગ્લૅન્ડના પ્લેયર્સના IPLમાં રમવા માટેના નિયમો સખત બનાવવાની પણ માગણી થઈ રહી છે.

આ બાબતે અંગ્રેજ ટીમનો કૅપ્ટન બેન સ્ટોક્સ કહે છે, ‘હવે ક્રિકેટરો પાસે રમવા માટે ઘણી તકો છે જે ૧૦, ૧૫, ૨૦ વર્ષ પહેલાં નહોતી. તમે ઇચ્છો તે દરેક વ્યક્તિ તમારા માટે ટીમમાં રમે એ એક આદર્શ પરિસ્થિતિ છે. જોકે આધુનિક ક્રિકેટની વાસ્તવિકતા અલગ છે. IPLમાં ભાગીદારી વિશે કડક વલણ અપનાવીશું તો કદાચ જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ અમારા માટે ફરી નહીં રમે અને આખરે રાષ્ટ્રીય ટીમને નુકસાન થઈ શકે છે. જોફ્રા આર્ચરના પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાના જુસ્સા પર ક્યારેય શંકા નથી.’

બેન સ્ટોક્સના નિવેદન પરથી જાણવા મળે છે કે વિદેશી ક્રિકેટ બોર્ડમાં ભય છે કે ભારત સહિતની વૈશ્વિક T20 લીગમાં કરોડો રૂપિયામાં કમાણી થતી હોવાથી ખેલાડીઓ ત્યાં વધુ રમવા ઇચ્છે છે. જો તેઓ તેમને આવી લીગોમાં રમવામાં અવરોધ ઊભો કરશે તો ખેલાડીઓ નૅશનલ ટીમ માટે રમવાનું છોડીને ફ્રૅન્ચાઇઝી લીગ પર ફુલ ફોકસ કરશે. વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરન અને સાઉથ આફ્રિકાના હેન્રિક ક્લાસેન હાલમાં આવું જ કરી રહ્યા છે.

લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઐતિહાસિક ૧૫૦મી ટેસ્ટ-મૅચ રમાઈ 
ગઈ કાલે ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની શરૂઆત લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થઈ હતી. હોમ ઑફ ક્રિકેટ તરીકે જાણીતા ઐતિહાસિક મેદાન પર આ ૧૫૦મી ટેસ્ટ-મૅચ હતી. વિશ્વના અન્ય કોઈ સ્ટેડિયમે ૧૫૦ કે તેથી વધુ ટેસ્ટ-મૅચની યજમાની કરી નથી. ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૧૮, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૧૪ અને લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ૧૦૮ ટેસ્ટ-મૅચ રમાઈ છે. ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થયેલી પહેલી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન ટૉમ લૅધમે ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK