Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહિલા ઍડ્વોકેટની આત્મહત્યાના કેસમાં વરિષ્ઠ વકીલ અને તેમના પુત્ર સામે FIR

મહિલા ઍડ્વોકેટની આત્મહત્યાના કેસમાં વરિષ્ઠ વકીલ અને તેમના પુત્ર સામે FIR

Published : 05 June, 2026 10:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિપ્રેશન અને ૪૦ કરોડ રૂપિયાની જમીનનો વિવાદ કારણભૂત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગેટવે ઑફ ઇન્ડિયા નજીક દરિયામાંથી મહિલા ઍડ્વોકેટ સરિતા ઓસવાલનો મૃતદેહ મળી આવવાના મામલે કોલાબા પોલીસે એક સિનિયર ઍડ્વોકેટ અને તેમના પુત્ર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કર્યો છે. મરનારની બહેન સંગીતા શાહ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર અલીબાગના માંડવા ખાતે આવેલી ૪૦ કરોડ રૂપિયાની વડીલોપાર્જિત જમીનના સોદામાં થયેલી છેતરપિંડી અને ત્યાર બાદ અપાયેલા માનસિક ત્રાસને કારણે સરિતા ઓસવાલે આ અંતિમ પગલું ભર્યું હતું.

અગાઉ આ જમીનનો કેસ લડવા માટે સરિતા ઓસવાલે સંબંધિત વકીલને ૩૫ લાખ રૂપિયાની ફી ચૂકવી હતી. જોકે વકીલની ગેરહાજરીને કારણે સુપ્રીમ કોર્ટમાં સરિતાબહેને જાતે દલીલો કરીને કેસ જીત્યો હતો, જેનાથી આરોપી વકીલ નારાજ થયા હતા. બાદમાં પરિવારે આ જમીન આરોપી વકીલના પુત્રને ૪૦ કરોડ રૂપિયામાં વેચવાનો સોદો કર્યો હતો. જોકે આરોપીઓએ નક્કી કરેલી મુદત સુધીમાં માત્ર ૨.૫૭ કરોડ રૂપિયા ચૂકવીને બાકીની રકમ આપવામાં ઠાગાઠૈયા કરતાં પરિવારે નવેમ્બર ૨૦૨૫માં સોદો રદ કર્યો હતો.



સોદો રદ થતાં જ આરોપી વકીલે સરિતા ઓસવાલનું વકીલાતનું લાઇસન્સ રદ કરાવવા બાર કાઉન્સિલમાં તેમ જ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) અને સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં પરિવાર સામે છેતરપિંડીની ખોટી ફરિયાદો કરી હતી. વર્ષોથી ડિપ્રેશનની સારવાર લઈ રહેલાં સરિતાબહેન આ કાનૂની ગૂંચવણો અને પોલીસ-પૂછપરછને કારણે ભારે માનસિક આઘાતમાં સરી પડ્યાં હતાં. ૨૦૨૬ની બીજી એપ્રિલે તેમણે વકીલના ત્રાસનો ઉલ્લેખ કરતી સુસાઇડ-નોટ લખી હતી અને ૧૦ એપ્રિલે તેમનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK