એક યુવકને તેની મમ્મી દૂધ ભરેલા ઘડાથી સ્નાન કરાવીને શુદ્ધિ કરાવે છે
દીકરાના છૂટાછેડા થઈ ગયા એ પછી તેની મમ્મીએ આ કામ કર્યું છે
દરેક અંત હંમેશાં ઉદાસીભર્યો હોય એ જરૂરી નથી. ક્યારેક કેટલાક કડવા સંબંધો પૂરા થાય તો એ નવી શરૂઆતનો અવસર બની શકે છે. અલબત્ત, આજકાલ તો પુરુષોએ છૂટાછેડા લેવા માગતા હોય તો રાતા પાણીએ રડવું પડે છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક યુવકને તેની મમ્મી દૂધ ભરેલા ઘડાથી સ્નાન કરાવીને શુદ્ધિ કરાવે છે. દીકરાના છૂટાછેડા થઈ ગયા એ પછી તેની મમ્મીએ આ કામ કર્યું છે. શુદ્ધિસ્નાન પછી દીકરાએ કેક પણ કાપી હતી. કેક પર લખ્યું હતું, ‘હૅપી ડિવૉર્સ, ૧૨૦ ગ્રામ સોનું અને ૧૮ લાખ રોકડા.’ વિડિયો સાથેની કૅપ્શનમાં યુવકે લખેલું, ‘પ્લીઝ, ખુશ રહો અને જાતે જશ્ન મનાવો. ઉદાસ ન થાઓ. ૧૨૦ ગ્રામ સોનું અને ૧૮ લાખ રોકડા લીધાં નથી, આપ્યાં છે. સિંગલ છું, ખુશ છું, આઝાદ છું. મારી જિંદગી, મારા નિયમ, સિંગલ અને હૅપી.’


