મૂનબો ત્યારે જ દેખાય છે જ્યારે આકાશમાં ઉજાશ હોય અને છતાં ચંદ્ર ચોખ્ખો દેખાતો હોય.
મૂનબો
માર્ક હૅમ નામના ફોટોગ્રાફરે ખેંચેલી કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એમાં ચંદ્રની આજુબાજુ એક સુંદર અને મનમોહક મેઘધનુષ રચાયેલું જોવા મળે છે. મૂન અને રેનબોનું અનોખું સંયોજન એટલે મૂનબો. આકાશમાં ચંદ્ર પણ દેખાય, થોડુંક અજવાળું પણ હોય અને સાથે મોસમને કારણે મેઘધનુષ પણ રચાયેલું હોય એવો અનોખો સંગમ રૅરેસ્ટ ઑફ રૅર જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મૂનબો ત્યારે જ દેખાય છે જ્યારે આકાશમાં ઉજાશ હોય અને છતાં ચંદ્ર ચોખ્ખો દેખાતો હોય.


