ઑસ્ટ્રેલિયાની હન્ટર વૅલીમાં ૨૩ વર્ષની સાહસિક યુવતી મટિલ્ડા કૅમ્પબેલે ખરેખર સાહસ ખેડી નાખ્યું હતું. ૧૨ ઑક્ટોબરે મટિલ્ડા હન્ટર વૅલીમાં ગઈ હતી અને ફોટોગ્રાફ્સ લેતી હતી.
મટિલ્ડા કૅમ્પબેલે
ઑસ્ટ્રેલિયાની હન્ટર વૅલીમાં ૨૩ વર્ષની સાહસિક યુવતી મટિલ્ડા કૅમ્પબેલે ખરેખર સાહસ ખેડી નાખ્યું હતું. ૧૨ ઑક્ટોબરે મટિલ્ડા હન્ટર વૅલીમાં ગઈ હતી અને ફોટોગ્રાફ્સ લેતી હતી. એ સમયે તેના હાથમાંથી મોબાઇલ ફોન છટકી ગયો અને બે પર્વત વચ્ચેની તિરાડમાં પડી ગયો. ફોન લેવા જતાં તે ૧૦ ફુટ જેટલી તિરાડમાં ઊંધા માથે ફસાઈ ગઈ હતી. મટિલ્ડાને હેમખેમ બહાર કાઢવા માટે ન્યુ સાઉથ વેલ્સની ઍમ્બુલન્સ સર્વિસ પહોંચી ગઈ હતી અને સાત કલાકની મહેનત પછી તેને બહાર કાઢી હતી.


