કેટલીક મહિલાઓએ તો માત્ર સ્ટુઅર્ટ વિશેની પોસ્ટ લાઇક કરી હતી કે એના પર કમેન્ટ કરી હતી.
સ્ટુઅર્ટ લુકાસ મુરે
કૅલિફૉર્નિયામાં એક પુરુષે લગભગ ૫૦ જેટલી મહિલાઓ સામે ૨.૬ મિલ્યન ડૉલરનો માનહાનિનો દાવો માંડ્યો હતો, કારણ કે આ મહિલાઓએ તેની સાથે ડેટ કરવાનો નેગેટિવ રિવ્યુ શૅર કર્યો હતો. ફેસબુક ગ્રુપ ‘આર વી ડેટિંગ ધ સેમ ગાય?’ એવું પ્લૅટફૉર્મ છે જ્યાં મહિલાઓ પોતાનો ડેટિંગનો અનુભવ શૅર કરે છે અને કોઈ અયોગ્ય માણસ વિશે અન્ય મહિલાઓને ચેતવણી આપે છે. આ પેજ પર સ્ટુઅર્ટ લુકાસ મુરે નામના પુરુષ વિશે નેગેટિવ કમેન્ટ કરવામાં આવતાં તેણે મહિલાઓ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો હતો કે નેગેટિવ રિવ્યુના કારણે તેની ડેટિંગ લાઇફ અને પ્રતિષ્ઠા બન્નેને નુકસાન થયું છે. એક મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે સ્ટુઅર્ટે જેના વિરુદ્ધ દાવો કર્યો છે એમાંથી મોટા ભાગની મહિલાઓને તે રૂબરૂ મળ્યો નહોતો. કેટલીક મહિલાઓએ તો માત્ર સ્ટુઅર્ટ વિશેની પોસ્ટ લાઇક કરી હતી કે એના પર કમેન્ટ કરી હતી.

