Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીએ વહેલો ઉઠાડ્યો એટલે પતિએ ગુસ્સામાં ખુદને જ ગોળી મારી દીધી

પત્નીએ વહેલો ઉઠાડ્યો એટલે પતિએ ગુસ્સામાં ખુદને જ ગોળી મારી દીધી

Published : 23 May, 2026 12:50 PM | IST | Hathras
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાથમિક તપાસ અનુસાર સવારના પહોરમાં પત્ની સાથે ઊઠવાને લઈને થયેલા ઝઘડાને કારણે લાલુએ ઉશ્કેરાઈને આ પગલું લીધું હતું

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તર પ્રદેશના હાથરસના રામપુરુ બટ્ટારી ગામમાં બુધવારે વહેલી સવારે ૩૫ વર્ષના એક ભાઈએ તમંચાથી ખુદના જ માથામાં ગોળી છોડીને આત્મહત્યા કરી હતી. આ ભાઈનું નામ છે લાલુ સિંહ. ગોળીનો અવાજ સાંભળીને પરિવારજનો ઓરડામાં પહોંચ્યા ત્યારે લાલુનું શબ પલંગમાં લોહીથી લથબથ પડેલું હતું. પ્રાથમિક તપાસ અનુસાર સવારના પહોરમાં પત્ની સાથે ઊઠવાને લઈને થયેલા ઝઘડાને કારણે લાલુએ ઉશ્કેરાઈને આ પગલું લીધું હતું. સામાન્ય રીતે ૮ વાગ્યે ઊઠતા લાલુને પત્ની આશાદેવીએ સવારે પાંચ વાગ્યે ઉઠાડવાની કોશિશ કરી હતી, કેમ કે કિચનના દરવાજાનું તાળું ખૂલતું નહોતું અને ૬ વર્ષના દીકરાને સ્કૂલમાં મોકલવા માટેની તૈયારીઓ કરવાની હતી. એને કારણે આશાદેવીએ પતિ લાલુને ઊંઘમાંથી ઉઠાડ્યો હતો. એનાથી ગુસ્સે ભરાઈને બન્ને વચ્ચે બોલાચાલી થઈ. તેણે પહેલાં તો આશાદેવી પર હાથ પણ ઉપાડ્યો હતો. જોકે એ પછી પત્ની દીકરા આરવને તૈયાર કરવામાં લાગી ગઈ હતી. એમ છતાં ગુસ્સો શાંત ન થતાં લાલુએ ઘરમાં પડેલા તમંચાથી પોતાના જ માથામાં ગોળી ધરબી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 12:50 PM IST | Hathras | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK