ધર્મેન્દ્ર રાજભર નામના ભારતીય યુવાને જસ્ટ એક-એક અખરોટ પર બેસીને એને ભાંગવાનો અનોખો રેકૉર્ડ બનાવ્યો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ધર્મેન્દ્ર રાજભર નામના ભારતીય યુવાને જસ્ટ એક-એક અખરોટ પર બેસીને એને ભાંગવાનો અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. તેણે તાકાત અને સ્પીડનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. એક ટીવી-શોમાં તેણે આ સ્ટન્ટ પર્ફોર્મ કર્યો હતો. એમાં લાઇનબંધ ૧૧૦ અખરોટ ગોઠવવામાં આવ્યાં હતાં અને આ ભાઈએ જસ્ટ ૩૦ સેકન્ડમાં એક-એક અખરોટ પર બેસી-બેસીને એનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો હતો. લાઇનમાં ગોઠવેલાં અખરોટ ૨૭ સેકન્ડમાં જ પૂરાં થઈ ગયાં હતાં. એનો મતલબ એ કે જો હજી વધુ અખરોટ ગોઠવેલાં હોત તો તે વધુ આંકડો અચીવ કરી શક્યો હોત.
