સિંહને જોવા માટે લોકો જીપમાં બેસીને જંગલ સફારીમાં જતા હોય છે. ક્યારેક ઓપન જીપમાં તો ક્યારેક બંધ વૅનમાં માણસો જંગલનાં પ્રાણીઓને જોવા નીકળે છે
અજબગજબ
સિંહ જંગલ સફારી માટેની જીપ પર બેસીને જંગલ જોવા નીકળ્યો
સિંહને જોવા માટે લોકો જીપમાં બેસીને જંગલ સફારીમાં જતા હોય છે. ક્યારેક ઓપન જીપમાં તો ક્યારેક બંધ વૅનમાં માણસો જંગલનાં પ્રાણીઓને જોવા નીકળે છે. જોકે સોશ્યલ મીડિયા પર એક સિંહભાઈ જંગલ સફારી માટેની જીપ પર બેસીને જંગલ જોવા નીકળ્યા હોય એવું લાગે છે. સિંહભાઈ પણ ચાલીને જંગલમાં ઘૂમવાને બદલે જીપના બોનેટ પર બેસી ગયા છે. @amazingnature નામના સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી શૅર થયેલી આ તસવીરને ૧૧ લાખ વ્યુઝ મળી ચૂક્યા છે.