નૅશનલ લિપસ્ટિક ડે નિમિત્તે કોલકાતાના સાઉથ સિટી મૉલમાં આવેલા શૉપર્સ સ્ટૉપમાં 1,016 અલગ-અલગ શેડ્સની લિપસ્ટિક્સને ખાસ આકારમાં ગોઠવીને વિશ્વવિક્રમ બનાવવામાં આવ્યો.
લૉન્ગેસ્ટ લાઇન આૅફ લિપસ્ટિક
આજે નૅશનલ લિપસ્ટિક ડે છે. એ નિમિત્તે રવિવારે કલકત્તાના સાઉથ સિટી મૉલમાં આવેલા શૉપર્સ સ્ટૉપમાં લિપસ્ટિક્સની લાંબી લાઇન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ થયો હતો. અહીં રવિવારે ૧૦૧૬ અલગ-અલગ શેડ્સની લિપસ્ટિક્સને ચોક્કસ શેપમાં ગોઠવવામાં આવી હતી. આ ગોઠવણીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં લૉન્ગેસ્ટ લાઇન ઑફ લિપસ્ટિક્સનો ખિતાબ મળ્યો છે.
