Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામે ૨૧૧ રનનો ટાર્ગેટ સેટ કર્યો

વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામે ૨૧૧ રનનો ટાર્ગેટ સેટ કર્યો

Published : 29 July, 2026 03:30 PM | Modified : 29 July, 2026 05:40 PM | IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 181 રન બનાવી કુલ 211 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જસ્ટિન ગ્રીવ્સ અને શમર જોસેફની ઉપયોગી ઇનિંગ્સે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ અબ્બાસે પાંચ વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાની બોલર મોહમ્મદ અબ્બાસે બાવીસ રન આપીને પાંચ વિકેટ લીધી.

પાકિસ્તાની બોલર મોહમ્મદ અબ્બાસે બાવીસ રન આપીને પાંચ વિકેટ લીધી.


પાકિસ્તાન સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચ નિર્ણાયક તબક્કામાં છે. યજમાન વેસ્ટ ઇન્ડીઝે ચોથા દિવસની રમત દરમ્યાન પાકિસ્તાન સામે જીત માટે ૨૧૧ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૧૧ રન કર્યા બાદ કૅરિબિયન ટીમ બીજી ઇનિંગ્સમાં ૫૪.૫ ઓવરમાં ૧૮૧ રન કરીને ઑલઆઉટ થઈ હતી. પાકિસ્તાને પહેલી ઇનિંગ્સમાં ૮૦.૧ ઓવરમાં ૨૮૨ રન કર્યા હતા. 
બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝે ૩૮.૨ ઓવરમાં ૯૩ રનના સ્કોરે ૭ વિકેટ ગુમાવી દીધી હતી. નીચલા ક્રમના બૅટર્સ જસ્ટિન ગ્રીવ્સે ૪૪ બૉલમાં ૨૦ રન અને શમર જોસેફે ૨૭ બૉલમાં ૩૮ રન કરીને સન્માનજનક ટાર્ગેટ સેટ કરવામાં મદદ કરી હતી.  
પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસે બાવીસ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર્સ ખુર્રમ શહઝાદ અને મોહમ્મદ અલીને ૨-૨ વિકેટ જ્યારે આમેર જમાલને એક વિકેટ મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 05:40 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK