Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકોને આપી તમામ પાસવર્ડ બદલવાની સલાહ

બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકોને આપી તમામ પાસવર્ડ બદલવાની સલાહ

Published : 29 July, 2026 07:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્મચારીનું ઈ-મેઇલ અકાઉન્ટ હૅક થયું એને પગલે ૧૦૦૦ GB ડેટા થયો લીક

બૅન્ક ઑફ બરોડા

બૅન્ક ઑફ બરોડા


તાજેતરમાં થયેલા સાઇબર-હુમલામાં બૅન્કના એક કર્મચારીનું ઈ-મેઇલ અકાઉન્ટ હૅક થતાં બૅન્ક ઑફ બરોડાનો ૧૦૦૦ GB ડેટા લીક થયો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બૅન્કનો એક ટેરાબાઇટ ડેટા લીક થવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ ૧૦૦૦ GB ડેટા લીક થયા બાદ સાવચેતીનાં પગલાંરૂપે બૅન્કે પોતાના ગ્રાહકોને તાત્કાલિક ધોરણે મોબાઇલ-બૅન્કિંગ અને નેટ-બૅન્કિંગના પાસવર્ડ બદલવાની સલાહ આપી છે. ઉપરાંત તમામ બૅન્કિંગ-ટ્રાન્ઝૅક્શન માટે શૉર્ટ મેસેજિંગ સર્વિસ (SMS) અને ઈ-મેઇલ અલર્ટ ઑન રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં, બૅન્કે ગ્રાહકોને બૅન્કના નામ જેવા અજાણ્યા SMS અથવા ઈ-મેઇલમાં આવેલી લિન્ક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. વિશેષમાં પોતાના નામે કોઈ ક્રેડિટ કાર્ડ કે લોન લેવાયાં છે કે નહીં એની સમયાંતરે ચકાસણી કરતા રહેવાનું બૅન્કે કહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK