પીટરની આ ઇચ્છા મુજબ તેના કૉફિન પર દક્ષિણી ભાષામાં આ સંદેશ લખવામાં આવ્યો હતો.
આત્મહત્યા કરનારા પતિએ કૉફિન પર લખાવડાવ્યું, પત્નીનો ત્રાસ સહન ન થયો એટલે મેં જીવન ટૂંકાવ્યું
કર્ણાટકના હુબલીમાં ૪૦ વર્ષના પીટર ગોલાપલ્લીએ પત્ની પિન્કીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે અને સુસાઇડ-નોટમાં તેણે છેલ્લી ઇચ્છા લખતાં જણાવ્યું હતું કે મારા કૉફિન પર મારું મૃત્યુ પત્નીના ત્રાસને લીધે થયું છે એમ લખજો. પીટરની આ ઇચ્છા મુજબ તેના કૉફિન પર દક્ષિણી ભાષામાં આ સંદેશ લખવામાં આવ્યો હતો.
પીટરે રવિવારે ઘરમાં બધા ચર્ચમાં ગયા હતા ત્યારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બે વર્ષ પહેલાં તેનાં લગ્ન પિન્કી નામની મહિલા સાથે થયાં હતાં, પણ તેમની વચ્ચે અણબનાવ બનતાં તે ૭ મહિના પહેલાં જ પિયર જતી રહી હતી અને છૂટાછેડા સાથે ભરણપોષણ માટે ૨૦ લાખ રૂપિયાની માગણી કરી રહી હતી. આ બાબતે પિન્કી અને તેના કુટુંબીજનો પીટર પર સતત દબાણ અને ફોન કરીને ઝઘડા કરતાં હતાં.
ADVERTISEMENT
પીટરની છેલ્લી ઇચ્છા મુજબ તેના કૉફિન પર લખાણ લખવામાં આવ્યું હતું અને પરિવારજનોએ પત્ની પિન્કી અને અન્યો વિરુદ્ધ પોલીસ-ફરિયાદ પણ નોંધાવી છે.


