કર્ણાટકના ડૉક્ટર દંપતીએ પોતાની પાંચ દિવસની દીકરી રાયંકાનું આધાર રજિસ્ટ્રેશન કરાવી વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં આ સિદ્ધિ નોંધાઈ છે.
પાંચ દિવસની દીકરીનું આધાર રજિસ્ટ્રેશન કરાવીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો કર્ણાટકના આ ડૉક્ટર કપલે
કર્ણાટકના કોપ્પલ જિલ્લાના શ્રીરામનગર ગામમાં રહેતા ડૉ. પવનકુમાર અને તેની પત્ની ડૉ. વારાલક્ષ્મી પાલાએ દીકરી રાયંકાનો જન્મ થયો એ પછી તરત જ તેના આધાર નંબર માટે અપ્લાય કરી દીધું હતું અને એની પ્રોસેસ પણ પાંચ જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. તેમની દીકરી પહેલી મેએ જન્મી હતી. એના જન્મ પછી પહેલાં જન્મનો દાખલો કરાવ્યો અને પછી તરત જ આધાર નંબર માટે જરૂરી ફૉર્માલિટી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધી. આ માટે બાળકનો ફોટોગ્રાફ અને અન્ય તમામ વિગતો અપલોડ કરીને આધારનું રજિસ્ટ્રેશન પૂરું કર્યું હતું. છઠ્ઠી મે સુધીમાં એ પૂરું કરી દેતાં ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં સૌથી નાની વયે આધાર રજિસ્ટ્રેશન કરવાની ઉપલબ્ધિ નોંધાઈ હતી.
