Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાસરિયાંએ વહુને રાતે રૂમમાં પૂરીને એમાં સાપ છોડી દીધો, સવારે સાપ કરડતાં મચી ધમાલ, બહેને છોડાવી

સાસરિયાંએ વહુને રાતે રૂમમાં પૂરીને એમાં સાપ છોડી દીધો, સવારે સાપ કરડતાં મચી ધમાલ, બહેને છોડાવી

Published : 24 September, 2025 10:37 AM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાનપુરમાં દહેજની ડિમાન્ડ પૂરી ન થતાં સાસરિયાંએ વહુને સાપ કરડાવ્યો હોવાનો આરોપ મુકાયો છે

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


કાનપુરમાં દહેજની ડિમાન્ડ પૂરી ન થતાં સાસરિયાંએ વહુને સાપ કરડાવ્યો હોવાનો આરોપ મુકાયો છે. રેશમા નામની યુવતીનાં લગ્ન ૨૦૨૧માં થયાં હતાં. તેનો પતિ શાહનવાઝ વારંવાર દહેજની ડિમાન્ડ કરતો હતો. પિયરિયાંએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા, પણ શાહનવાઝને હજી વધુ પાંચ લાખ રૂપિયા જોઈતા હતા. આ માટે વારંવાર રેશમાને પ્રતાડિત કરવામાં આવતી હતી. જો રૂપિયા નહીં આપે તો ગળું દબાવી દઈશ એવી ધમકી આપીને કોશિશો પણ થઈ હતી એવું રેશમાએ આરોપમાં લખાવ્યું હતું. જોકે ૧૮ સપ્ટેમ્બરે રાતે સાસરિયાંએ તેની પાસેથી દીકરીને અલગ કરીને રેશમાને અલગ રૂમમાં બંધ કરી દીધી હતી. અંધારું હોવાથી તે રડતી રહી અને પછી સૂઈ ગઈ. જોકે સવારે પાંચ વાગ્યે તેને સાપ કરડ્યો. રેશમાએ ચીસો પાડી, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. તેણે હિંમત દાખવીને પોતાની બહેન રિઝવાનાને ફોન કર્યો. તે દોડી આવી અને રેશમાને સાપવાળી રૂમમાંથી બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. રિઝવાનાએ આરોપ લગાવ્યો હતો કે સાસરિયાંએ રેશમાને મારવાના હેતુથી સાપ છોડીને રૂમને બહારથી બંધ કરી દીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2025 10:37 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK