રેકૉર્ડ ધારક કંપનીએ જણાવ્યું હતું કે એણે ગયા ફેબ્રુઆરીમાં ૧૦૧ પાઉન્ડ અને ૧.૮ ઔંસ (લગભગ ૪૬ કિલોગ્રામ અને ૫૧ ગ્રામ)નો મૂળો ઉગાડ્યો હતો,
વિશ્વનો સૌથી મોટો મૂળો ઉગાડ્યો જૅપનીઝ કંપનીએ
જૅપનીઝ કંપનીના કર્મચારીએ ૧૦૧ પાઉન્ડ અને ૧.૮ ઔંસ (લગભગ ૪૬ કિલોગ્રામ અને ૫૧ ગ્રામ)નો મહાકાય મૂળો ઉગાડતાં કંપનીએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ મેળવ્યો છે.
છોડમાંથી તૈયાર કરાયેલાં સપ્લિમેન્ટ્સ અને ફર્ટિલાઇઝર્સ તૈયાર કરનારી મન્ડા ફર્મેન્ટેશન કંપની પ્રત્યેક વર્ષ મહાકાય મૂળા ઉગાડે છે એમ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે જણાવ્યું હતું. રેકૉર્ડ ધારક કંપનીએ જણાવ્યું હતું કે એણે ગયા ફેબ્રુઆરીમાં ૧૦૧ પાઉન્ડ અને ૧.૮ ઔંસ (લગભગ ૪૬ કિલોગ્રામ અને ૫૧ ગ્રામ)નો મૂળો ઉગાડ્યો હતો, જેણે રેકૉર્ડ હાંસલ કર્યો છે.
ADVERTISEMENT
સામાન્યપણે કંપની ત્રણ મહિના પછી મૂળાનો પાક લે છે પરંતુ આ વેળાએ વિશ્વ રેકૉર્ડ માટે છ મહિના સુધી મૂળાને વધવાનો સમય આપવામાં આવ્યો હતો.

