આ ક્રીમનું વજન ૨૫૦ ગ્રામ જેટલું હોય છે
Offbeat News
શેવિંગ ફોમથી ઢંકાયેલા માથા પર ઝીલ્યા ૧૨ ટેબલ-ટેનિસ બૉલ
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં કેટલાક અજબ-ગજબના રેકૉર્ડ નોંધાતા હોય છે. કેટલાક રેકૉર્ડ જોતાં આપણને આશ્ચર્ય થાય છે કે આવા રેકૉર્ડ શા માટે બનાવવામાં આવ્યા હતા. આવો જ એક વિચિત્ર રેકૉર્ડ એક ઑસ્ટ્રેલિયને બનાવ્યો છે. મેલબર્નમાં રહેતા ઑસ્કાર લિનાગ નામની વ્યક્તિએ એક નવો રેકૉર્ડ કર્યો હતો, જેમાં તેણે ૩૦ સેકન્ડમાં ૧૨ ટેબલ ટેનિસ બૉલને દીવાલ સાથે અફાળ્યા બાદ એને શેવિંગ ફોમથી ઢંકાયેલા માથા પર ઝીલ્યા હતા. વર્લ્ડ રેકૉર્ડની નોંધ રાખતી સંસ્થાએ જણાવ્યા પ્રમાણે આ રેકૉર્ડ ૨૦૨૨ની ૩૦ નવેમ્બરે નોંધાયો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે એક વિડિયો પણ બહાર પાડ્યો હતો, જેમાં ઑસ્કરના માથા પર શેવિંગ ક્રીમનું ફોમ લગાવવામાં આવે છે. આ ક્રીમનું વજન ૨૫૦ ગ્રામ જેટલું હોય છે. ત્યાર બાદ ૩૦ સેકન્ડની અંદર ૧૨ બૉલ તેના માથામાં સમાઈ જાય છે, પણ ત્રણ-ચાર બૉલ નીચે પડી જાય છે.