આ સ્કેટબોર્ડની રમતમાં એક મોટું નામ કમાવનાર આયરલૅન્ડમાં જન્મેલા જેમી ગ્રિફિને આ ઇવેન્ટમાં બે રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા

સ્કેટબોર્ડમાં નવો વર્લ્ડ રેકૉર્ડ
સ્કેટબોર્ડ સ્પર્ધામાં ચૅમ્પિયન રહેલા જેમી ગ્રિફિને તેના સહયોગીઓને નવા રેકૉર્ડ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. પહેલી વખત સ્કેટબોર્ડની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ઇવેન્ટમાં હીલફ્લિપ, કિકફ્લિપ અને આંખે પાટા બાંધીને સ્કેટ સાથે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક પ્રયાસ સફળ તો કેટલાક નિષ્ફળ, તો કેટલાક અદ્ભુત જોવા મળ્યા હતા. સ્પર્ધામાં ઇનામરૂપે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ મળવાનું હતું. આ સ્કેટબોર્ડની રમતમાં એક મોટું નામ કમાવનાર આયરલૅન્ડમાં જન્મેલા જેમી ગ્રિફિને આ ઇવેન્ટમાં બે રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા. ૨૦૨૨થી તેણે સ્કેટબોર્ડની દરેક ચૅલેન્જને પડકારી છે. તેણે કુલ ૬૪ સ્પર્ધામાં ભાગ લીધો છે. સ્કેટબોર્ડ હીલફ્લિપમાં તેણે નવો રેકૉર્ડ બનાવ્યો છે. તેણે ૬૦ સેકન્ડમાં ૨૮ હીલફ્લિપ કર્યાં છે. અગાઉ ૬૦ સેકન્ડમાં ૧૫ હીલફ્લિપના અમેરિકાના સ્કેટર રોબ ડાયરેકનો રેકૉર્ડ તોડ્યો હતો. લંડનમાં જેમીએ એના કરતાં ૧૩ હીલફ્લિપ વધારે કર્યા હતા. ત્યાર બાદ આંખે પાટા બાંધીને કિકફ્લિપ કરવાની હતી, જેમાં ઍલેક્સ સફળ રહ્યો હતો, જેણે ૨૩ કિકફ્લિપ કરી હતી. વેરિયલ હીલફ્લિપનો અગાઉનો રેકૉર્ડ એક મિનિટમાં ૧૪નો હતો, જેમાં જેમીએ ૨૩ વેરિયલ હીલફ્લિપ દ્વારા નવો રેકૉર્ડ કર્યો હતો.