મેક્સિકોમાં આ વિશે જાગૃતિ આણવા મમ્મીઓએ જાહેરમાં સ્તનપાન કરાવ્યું હતું.
મેક્સિકો
બાળકના જન્મ પછી તેને પ્રાથમિક પોષણ અને બહારનાં અવાંછિત સંક્રમણોથી બચાવવા માટે માના શરીરમાં ખાસ તત્ત્વોવાળું દૂધ તૈયાર થતું હોય છે. બ્રેસ્ટ-ફીડિંગ કરવું એ દરેક બાળકનો અધિકાર છે. જોકે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓને કારણે બાળકને માનું દૂધ મળતું નથી. ભારત જેવા દેશમાં જાહેરમાં બાળકને સ્તનપાન કરાવવું એ ટૅબૂ મનાય છે. આવા છોછ દૂર કરીને સ્તનપાન કરાવવામાં આવે એ માટે વિશ્વભરમાં ઑગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું બ્રેસ્ટ-ફીડિંગ વીક મનાવવામાં આવે છે. મેક્સિકોમાં આ વિશે જાગૃતિ આણવા મમ્મીઓએ જાહેરમાં સ્તનપાન કરાવ્યું હતું.


