ઇન્ડોનેશિયામાં એક પતિએ પોતાની પત્નીને તેના પ્રેમીને સોંપવા માટે બદલામાં એક ગાય લીધી હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઇન્ડોનેશિયામાં એક પતિએ પોતાની પત્નીને તેના પ્રેમીને સોંપવા માટે બદલામાં એક ગાય લીધી હતી. સુલાવેસી પ્રાંતમાં એક પતિએ પોતાની જ પત્નીના અફેરને શાંતિપૂર્ણ રીતે સુલઝાવવા માટે આ રસ્તો કાઢ્યો હતો. આ જનજાતિમાં મોવે સરાપુ નામની પરંપરા છે જેનો અર્થ થાય છે સોંપી દો અને જવા દો. આ પરંપરા મુજબ એક પતિએ પોતાની પત્નીના લવઅફેરની વચ્ચે આવવાને બદલે પત્નીને દાનમાં આપી દેવાનું પસંદ કર્યું હતું. આ જનજાતિમાં પત્નીના બદલામાં કોઈક ચીજ કે પૈસાની લેવડદેવડ કરવાને કશું ખોટું ગણવામાં નથી આવતું. નવાઈની વાત એ છે કે એક હાથ દે અને બીજા હાથે લે જેવો સમારંભ પણ યોજાય છે. આ કાર્યક્રમમાં પતિ પણ હાજર રહ્યો હતો અને પ્રેમીએ તેને એક ગાય, સ્ટીલની એક કીટલી અને ૨૫૦૦ રૂપિયા આપ્યા અને પતિએ પોતાની પત્ની પેલા પ્રેમીના હવાલે કરી દીધી હતી.


