Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકા જઈને હૈદરાબાદના યુવકની મેન્ટલ હેલ્થ સારી થઈ ગઈ, સોશ્યલ મીડિયા પર એનું સીક્રેટ જણાવ્યું

અમેરિકા જઈને હૈદરાબાદના યુવકની મેન્ટલ હેલ્થ સારી થઈ ગઈ, સોશ્યલ મીડિયા પર એનું સીક્રેટ જણાવ્યું

09 May, 2024 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જણે કહ્યું કે અમેરિકા જતાં પહેલાં પણ તમે આવું કરી શક્યા હોત.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વિદેશ સ્થાયી થનારા યુવાનો માટે એક પડકાર એ પણ હોય છે કે તેમણે બધાં કામ જાતે કરવાં પડે છે. જોકે આ બાબત હૈદરાબાદના એક એન્જિનિયર માટે ફાયદાકારક સાબિત થઈ છે. અભિરથ બત્રા નામના યુવકે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા શિફ્ટ થયા બાદ મારું માનસિક સ્વાસ્થ્ય વધુ સારું થયું છે. યુવકે કહ્યું કે ‘હું અમેરિકા આવ્યો એ ક્ષણથી જ મારી મેન્ટલ હેલ્થ ‘માઇલ્સ’માં સુધરી ગઈ છે, કેમ કે હું હવે હાથનો ઉપયોગ કરવા માંડ્યો છું. હું જમવાનું બનાવું છું, વાસણ ધોઉં છું, ઘરની સાફસફાઈ કરું છું અને જોતજોતાંમાં મારું મગજ શાંત થઈ જાય છે. હું ગીત ગાવા માંડું છું. આજે ફર્નિચરમાંથી વસ્તુઓ બનાવીને હું અત્યંત ખુશ છું.’ અભિરથની આ પોસ્ટ સાથે ઘણા યુઝર્સ સંમત થયા હતા. જોકે એક જણે કહ્યું કે અમેરિકા જતાં પહેલાં પણ તમે આવું કરી શક્યા હોત.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK