આ યુવતીના શરીરમાંથી કાઢી નખાયેલી કોશિકાઓથી જ તેની સારવાર કરવામાં આવી રહી છે એટલે આ યુવતી ઑટોઇમ્યુન બીમારીથી પીડિત વિશ્વની પહેલી વ્યક્તિ બની છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડજર્ની
વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન રોજ નવી ઊંચાઈ સર કરી રહ્યાં છે. ચીનના તિયાનજિનની પચીસ વર્ષની યુવતીને ટાઇપ-1 ડાયાબિટીઝ હતો. તેણે સ્ટેમ સેલ થેરપી શરૂ કર્યાના ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં બીમારી મટાડી છે. આ થેરપીથી તેના શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું શરૂ થઈ ગયું છે. આ યુવતીના શરીરમાંથી કાઢી નખાયેલી કોશિકાઓથી જ તેની સારવાર કરવામાં આવી રહી છે એટલે આ યુવતી ઑટોઇમ્યુન બીમારીથી પીડિત વિશ્વની પહેલી વ્યક્તિ બની છે. જૂન ૨૦૨૩માં આ યુવતીનું ઑપરેશન થયું હતું. તેના પેટની માંસપેશીઓમાં ૧.૫ મિલ્યન આઇલેટ્સ જેટલું ઇન્જેક્શન માર્યું. સામાન્ય રીતે યકૃતમાં આઇલેટ્સ ઇન્જેક્ટ કરાતાં હોય છે, પણ પહેલી વાર યુવતીના પેટમાં ઇન્જેક્ટ કરાયાં હતાં. આ સર્જરી માત્ર અડધા કલાકની જ હતી. કૅનેડાના એડમોન્ટનમાં અલબર્ટ યુનિવર્સિટીના પ્રત્યારોપણ સર્જ્યન અને સંશોધક ડૉ. જેમ્સ શાપિરોએ કહ્યું કે દરદીને પહેલાં ઇન્શ્યુલિનની જરૂર પડતી હતી, પણ ઑપરેશન પછી સ્થિતિ બદલાઈ ગઈ છે.