જોકે સોશ્યલ મીડિયા પર એક મોંઘીદાટ કેકની ઍડ વાઇરલ થઈ છે. ફાધર્સ ડે સ્પેશ્યલ હેઝલનટ ચૉકલેટ કેકનો ભાવ ૫,૦૦,૦૦૦ રૂપિયા લખાયો છે
ફાધર્સ ડે પર પાંચ લાખ રૂપિયાની કેક થઈ વાઇરલ
આજે ફાધર્સ ડે છે અને એના સેલિબ્રેશન માટે ઑનલાઇન કેક, ગિફ્ટ અને ગ્રીટિંગ કાર્ડ્સના વેચાણમાં જબરો ઉછાળો આવ્યો છે. જોકે સોશ્યલ મીડિયા પર એક મોંઘીદાટ કેકની ઍડ વાઇરલ થઈ છે. ફાધર્સ ડે સ્પેશ્યલ હેઝલનટ ચૉકલેટ કેકનો ભાવ ૫,૦૦,૦૦૦ રૂપિયા લખાયો છે. એક કિલોની હેઝલનટ કેકના પાંચ લાખ રૂપિયા? સ્વાભાવિક છે કે જેવું આના પર ધ્યાન ગયું કે લોકોએ એ ઑનલાઇન વેબસાઇટનો ભાવ સાથેનો સ્ક્રીનશૉટ લઈને વાઇરલ કરી દીધો. પહેલાં તો સવાલ થયો કે એવા તે કયા હીરા દાટ્યા છે કે એક કિલો કેકનો ભાવ પાંચ લાખ રૂપિયા છે? જોકે કેકમાં શું વપરાયું છે એનું લિસ્ટ જોયા પછી સમજાઈ જાય છે કે આ એક નૉર્મલ કેક છે અને માત્ર કોઈનાથી ટેક્નિકલ કે ટાઇપિકલ ભૂલને કારણે આ બફાટ થયો છે. જોકે આપણે ત્યાંના ક્રીએટિવ લોકોએ આ ફોટોને ખૂબ વાઇરલ કર્યો અને સાથે જાતજાતની કમેન્ટ પણ લખી. એક જણે લખ્યું, ‘બેટા, આમાં તો 2BHK ફ્લૅટનું ડાઉન પેમેન્ટ થઈ જાય.’ તો કોઈકે લખ્યું, ‘કેકનો એક ટુકડો ખાધા પછી ભાવ ખબર પડતાં કબજિયાત થઈ ગઈ છે. આટલી મોંઘી કેક એમ કંઈ થોડી કાઢી નખાય?’


