કહેવાય છેને કે પ્રેમ માટે માણસ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય એ આનું નામ.
પત્ર
સોશ્યલ મીડિયાના જમાનામાં હસ્તલિખિત પત્રોની વાત જાણે યુગોપુરાણી થઈ ગયેલી લાગે છે, પરંતુ એક સમય હતો જ્યારે એકબીજાને જોડવા માટે પત્રો એ અભિવ્યક્તિનું માધ્યમ હતું. ભારતીય સેનાના એક ભૂતપૂર્વ કૅપ્ટન ધર્મવીર સિંહે સોશ્યલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડે વર્ષો પહેલાં લખેલા પત્રની તસવીરો અને એની સાથે જોડાયેલી યાદો શૅર કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘જ્યારે મારી વાઇફ ગર્લફ્રેન્ડ હતી ત્યારે હું આર્મીમાં ટ્રેઇનિંગ લઈ લહ્યો હતો. એ વખતે ઘરેથી આવતા પત્રો વાંચવા માટે અમે બહુ ઉત્સુક રહેતા. જોકે સિનિયર્સ અમારા જ પત્રો અમને પહોંચાડવા બદલ અમારી પાસે પુશ-અપ્સ કરાવતા. મોટા ભાગે પાંચ-દસ પુશ-અપ્સમાં કામ પતી જતું, પરંતુ મારા પર આવેલો પત્ની (એ વખતની ગર્લફ્રેન્ડ)નો પહેલો પત્ર એટલો દળદાર હતો કે સિનિયર્સે એને માટે મારી પાસે ૫૦૦ પુશ-અપ્સની ડિમાન્ડ કરી હતી. હું કંઈ રૅમ્બો તો હતો નહીં, એટલે ધીમે-ધીમે રોકાઈને, વચ્ચે આરામ કરીને બે કલાકે મેં એ ડિમાન્ડ પૂરી કરી હતી. આર્મી ઍકૅડેમીમાં મારો એ પહેલો પત્ર હતો.’
કહેવાય છેને કે પ્રેમ માટે માણસ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય એ આનું નામ.


