હિમાચલ પ્રદેશના ચંબામાં ભરમોરમાં ટ્રેકિંગ કરવા ગયેલા બે યુવાનોનું ભારે બરફવર્ષા વચ્ચે મૃત્યુ થઈ ગયું હતું
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હિમાચલ પ્રદેશના ચંબામાં ભરમોરમાં ટ્રેકિંગ કરવા ગયેલા બે યુવાનોનું ભારે બરફવર્ષા વચ્ચે મૃત્યુ થઈ ગયું હતું. બન્નેનાં શબને મેળવવા માટે જ્યારે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક અત્યંત સંવેદનશીલ અને હૃદયને સ્પર્શી જાય એવી ઘટના ઘટી. ભયંકર બરફવર્ષામાં માલિકનું શરીર દટાઈ ગયું હોવા છતાં તેમની સાથે ટ્રેકિંગ પર ગયેલો પાળતુ ડૉગી ત્યાંથી ટસનો મસ નહોતો થયો. ઇન ફૅક્ટ, જ્યારે બચાવ-કાર્યકરો પેલા યુવાનના શબને ઉપાડવા જતા હતા ત્યારે પણ પહેલાં તો એણે એનો વિરોધ કર્યો. જ્યારે એને પંપાળીને વિશ્વાસ અપાવવામાં આવ્યો ત્યારે એણે યુવાનના શબને ઉપાડવા દીધું હતું. એની સાથે જ ડૉગીને પણ હેલિકૉપ્ટરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ૪ દિવસ પહેલાં ગાયબ થયેલા આ યુવકની સાથે પાળતુ ડૉગી ખાધા-પીધા વિના ભયંકર ઠંડીમાં ઠૂઠવાવા છતાં ત્યાંથી જરાય આઘોપાછો થયો નહોતો.


