ક્રીએશન પિન્ટરેસ્ટ નામની વેબસાઇટ પર તેણે શૅર કર્યું અને ફૅશન-ડિઝાઇનરોને પણ એ બહુ ગમી ગયું. કોઈકે તો કમેન્ટ કરી કે આ ચાદરમાંથી તો બ્લેઝર પણ બહુ સરસ બને.
સિમરન આનંદ નામની એક કન્ટેન્ટ ક્રીએટરે શૉપિંગ કરતાં-કરતાં કંઈક અનોખાં જ ગતકડાં કરવાની એક રીલ બનાવી
દિલ્હીની સિમરન આનંદ નામની એક કન્ટેન્ટ ક્રીએટરે શૉપિંગ કરતાં-કરતાં કંઈક અનોખાં જ ગતકડાં કરવાની એક રીલ બનાવી છે. એમાં તેની ક્રીએટિવિટી જબરી વાઇરલ થઈ છે. સિમરને દિલ્હીના જનપથ વિસ્તારમાંથી હેવી બેડશીટ્સના એક સ્ટૉલ પરથી જરીકામ અને પૅચવર્ક કરેલી એક જાયન્ટ બેડશીટ ખરીદી હતી. આ બૅડશીટ્સ મોટા ભાગે રૉયલ ડેકોરેશન માટે વપરાતી હોય છે. અલગ-અલગ શેડ્સવાળી હાથેથી એમ્બ્રૉઇડરી કરેલા પૅચિસને મિક્સ ઍન્ડ મૅચ કરીને બનાવેલી ડિઝાઇનર બેડશીટ સિમરનને એટલી ગમી ગઈ કે તેણે એમાંથી પોતાના માટે લેહંગા-ચોલી બનાવી નાખ્યાં. જયપુર અને ગુજરાતમાં વખણાતી એમ્બ્રૉઇડરી અને આભલાંવાળી બેડશીટ્સ વૉલ-હૅન્ગિંગ કે વૉલ-ડેકોરેશન માટે વપરાતી હોય છે. જોકે સિમરનનું કહેવું છે કે મને એમાં ફૅશન દેખાઈ એટલે મેં એમાંથી લેહંગા-ચોલી બનાવડાવ્યાં. પોતાનું આ ક્રીએશન પિન્ટરેસ્ટ નામની વેબસાઇટ પર તેણે શૅર કર્યું અને ફૅશન-ડિઝાઇનરોને પણ એ બહુ ગમી ગયું. કોઈકે તો કમેન્ટ કરી કે આ ચાદરમાંથી તો બ્લેઝર પણ બહુ સરસ બને.

