ફૅશન-શો એક પ્રાઇવેટ હોટેલમાં ખાનગી પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ફૅશન-શોમાં એવી ઘણી ચીજો સામે આવી છે જેનાથી લોકોની લાગણી દુભાઈ છે, જે બરાબર છે.
શિવન અને નરેશે ગુલમર્ગમાં બરફની વચ્ચે રૅમ્પ-વૉક સાથે આયોજિત કરેલા ફૅશન-શોની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા
મશહૂર ફૅશન-ડિઝાઇનર શિવન અને નરેશે ગુલમર્ગમાં બરફની વચ્ચે રૅમ્પ-વૉક સાથે આયોજિત કરેલા ફૅશન-શોની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ ભારે વિવાદ સર્જાયો છે. રમઝાન મહિનામાં સેમી-ન્યુડ મૉડલોએ ગુલમર્ગમાં રૅમ્પ-વૉક કરતાં ધાર્મિક અને રાજકીય નેતાઓએ એનો જોરદાર વિરોધ કર્યો છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પણ આ મુદ્દે વિવાદ થતાં મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લાએ ૨૪ કલાકમાં તપાસનો આદેશ આપ્યો છે. આ મુદ્દે મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘અમારી સરકાર વર્ષના કોઈ પણ મહિનામાં આ પ્રકારના આયોજનને મંજૂરી આપતી નથી. ઘણા લોકોએ એને અશ્લીલ ગણાવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફૅશન-શો એક પ્રાઇવેટ હોટેલમાં ખાનગી પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ફૅશન-શોમાં એવી ઘણી ચીજો સામે આવી છે જેનાથી લોકોની લાગણી દુભાઈ છે, જે બરાબર છે.’

