Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાદરીને કૅન્ડી ક્રશ ગેમની એવી લત લાગી કે ચર્ચના ૩૩ લાખ રૂપિયા વાપરી નાખ્યા

પાદરીને કૅન્ડી ક્રશ ગેમની એવી લત લાગી કે ચર્ચના ૩૩ લાખ રૂપિયા વાપરી નાખ્યા

02 May, 2024 09:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉપરાંત તેમણે ફન્ડમાંથી ગૉડ ડૉટર (અડૉપ્ટેડ દીકરી) માટે મોંઘી-મોંઘી ગિફ્ટ્સ પણ ખરીદી હતી.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


પેન્સિલ્વેનિયામાં એક પાદરીને કૅન્ડી ક્રશ ગેમને કારણે ચર્ચમાંથી સીધા જેલમાં જવાનો વારો આવ્યો હતો. લૉરેન્સ કોઝક નામના કૅથલિક પ્રીસ્ટને કૅન્ડી ક્રશ અને મારિયો કાર્ટ જેવી ગેમની એવી લત લાગી હતી કે તેમણે ચર્ચના ફન્ડમાંથી ૩૩ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. આ ઉપરાંત તેમણે ફન્ડમાંથી ગૉડ ડૉટર (અડૉપ્ટેડ દીકરી) માટે મોંઘી-મોંઘી ગિફ્ટ્સ પણ ખરીદી હતી.
૨૦૨૨માં પોલીસે ટ્રાન્ઝૅક્શન વિશે તપાસ કરતાં ૫૧ વર્ષના પાદરીની ચોરી પકડાઈ ગઈ હતી. એ પછી ૨૫ એપ્રિલે પાદરીને ચોરી અને અન્ય આરોપસર દોષી જાહેર કરવામાં આવ્યા હતા. આ માણસે પોલીસને કહ્યું હતું કે ‘મારે ગેમનું વ્યસન છોડવું હતું, પણ હું એવું ન કરી શક્યો. મારા ફોનમાં કાર્ડની ડિટેઇલ સેવ હતી અને હું ગેમ રમવામાં એટલો ખોવાઈ ગયો હતો કે મેં વગર વિચાર્યે કાર્ડનો ઉપયોગ કર્યો હતો. હું બધા પૈસા પાછા આપી દઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK