૧૩ વર્ષના ડૉગીને તે પોતાના બાળકની જેમ વહાલ કરતી હતી. જહાંગ નામના ૬૫ વર્ષના માણસની સાઇકલ પર કોઈક કૂતરાએ પેશાબ કર્યો હતો એટલે બદલો લેવા માટે તેણે ૨૦૨૨ની ૧૪ સપ્ટેમ્બરે ચિકનમાં ઝેર ભેળવીને પાપી સહિત કેટલાંક કૂતરાં અને બિલાડીઓને મારી નાખ્યાં હતાં
અજબગજબ
લી યિહાન
પ્રેમની પરાકાષ્ઠા જેવી આ ઘટના ચીનમાં બની છે. બીજિંગમાં રહેતી લી યિહાનનો વેસ્ટ હાઇલૅન્ડ ટેરિયર ડૉગી ‘પાપી’ હતો. ૧૩ વર્ષના ડૉગીને તે પોતાના બાળકની જેમ વહાલ કરતી હતી. જહાંગ નામના ૬૫ વર્ષના માણસની સાઇકલ પર કોઈક કૂતરાએ પેશાબ કર્યો હતો એટલે બદલો લેવા માટે તેણે ૨૦૨૨ની ૧૪ સપ્ટેમ્બરે ચિકનમાં ઝેર ભેળવીને પાપી સહિત કેટલાંક કૂતરાં અને બિલાડીઓને મારી નાખ્યાં હતાં. લી યિહાને પાલતુ શ્વાનને ન્યાય અપાવવાનું નક્કી કર્યું અને લૉ ભણવાનું શરૂ કર્યું હતું. એ માટે તેણે નોકરી પણ છોડી દીધી હતી. લીએ ૭૦૦ દિવસ સુધી લૉ ભણીને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જહાંગ સામે કેસ દાખલ કર્યો છે. લીએ પોતાના સંઘર્ષની વાત સોશ્યલ મીડિયા પર મૂકી છે અને જોતજોતાંમાં ૫૫,૦૦૦ લોકો તેની સાથે જોડાઈ ગયા છે. કેસનો ચુકાદો ૧૭ ડિસેમ્બરે આવવાનો છે. ચીનમાં પાલતુ પ્રાણીઓને ઝેર આપવું એ ગુનો ગણાય છે અને આજીવન કેદ પણ થઈ શકે છે.