એ પછી ૧૭ વર્ષ સુધી અલગ-અલગ ટેક્નિકલ અખતરા કર્યા પછી ઝાંગે એવી બાઇક બનાવી છે જે ૪૦ કિલોમીટર પાણીમાં તરી હતી અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એની ખ્યાતિ નોંધાઈ હતી.
પાણીમાં ૪૦ કિલોમીટર બાઇક ચલાવી
ચીનમાં ZXMOTO નામની બાઇક કંપનીના માલિક ઝાંગ શુઈએ તાજેતરમાં એક સ્ટન્ટ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે રસ્તા પાર ચાલતી બાઇકને મૉડિફાય કરીને પાણી પર ચલાવી છે. આ બાઇક પાણીની સપાટી પર દોડી શકે છે. ઝાંગે આ માટે બાઇકની ટેક્નૉલૉજીમાં ફેરફાર કર્યો છે. વ્હીલ્સ પાણી પર તરે અને આગળ વધે એ માટે વ્હીલ્સની અંદર સ્કી જેવી સિસ્ટમ લગાવી છે. એને કારણે વ્હીલ્સ પાણીમાં ડૂબવાને બદલે સપાટી પર જ તરે છે અને સ્કીની સિસ્ટમને કારણે એ આગળ ધપતાં રહે છે. તેમણે આ બાઇકને વૉટરપ્રૂફ પણ બનાવી છે. એની ફ્યુઅલ ટૅન્ક મોટી છે અને પાણીથી અફેક્ટ ન થાય એ માટે એનું સીલ પણ અલગ પ્રકારનું છે. આ બાઇક રોડ પર ચાલે છે અને પાણી પર તરે છે. વર્લ્ડ રેકૉર્ડ માટેના પર્ફોર્મન્સમાં ઝાંગે પહેલાં બાઇકને તળાવની કિનારીએ જમીન પર પૂરપાટ વેગે ભગાવી હતી અને એ જ ઝડપે પાણીમાં પ્રવેશ કર્યો હતો. પાણીમાં પ્રવેશ્યા પછી બાઇકની સ્પીડ થોડીક ઘટી હતી, પરંતુ એ પૂરા ૪૦ કિલોમીટર સુધી પાણીમાં તરતી રહી હતી. પાણી પર તરતી બાઇક બનાવવાની કોશિશ ઝાંગ છેક ૨૦૦૯થી કરી રહ્યો છે, પરંતુ એ વખતે તે માત્ર ૨૦ મીટર જ પાણીમાં બાઇક દોડાવી શક્યો હતો. એ પછી ૧૭ વર્ષ સુધી અલગ-અલગ ટેક્નિકલ અખતરા કર્યા પછી ઝાંગે એવી બાઇક બનાવી છે જે ૪૦ કિલોમીટર પાણીમાં તરી હતી અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એની ખ્યાતિ નોંધાઈ હતી.
