અહીંથી ઉતારેલા એક પપૈયાનો આકાર એકદમ વાંકોચૂંકો હતો.
પપૈયામાં જોવા મળી ગણેશજીની આકૃતિ
રાજસ્થાનના કોટામાં એક પપૈયાના ફળના આકારે ચર્ચા જગાવી છે. ગુલાબચંદ બનવાડિયાના ઘરના બગીચામાં પપૈયાનું ઝાડ છે. અહીંથી ઉતારેલા એક પપૈયાનો આકાર એકદમ વાંકોચૂંકો હતો. એને ચોક્કસ ઍન્ગલમાં ઊભું રાખવાથી જાણે સૂંઢાળા ગણેશજી હોય એવી આકૃતિ રચાતી હતી. પરિવારને એ પપૈયામાં ખરેખર ગણેશજી દેખાયા અને તેમણે એ પપૈયાને ઘરના મંદિરમાં મૂકી દીધું. કંકુ અને ચોખાથી પપૈયાની પૂજાઅર્ચના કરવામાં આવી અને ફૂલહાર પણ ચડાવવામાં આવ્યાં. પરિવારના કોઈ સભ્યએ આ પપૈયાવાળા ગણેશની તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરતાં પાડોશીઓ અને આસપાસના લોકો પણ દર્શન કરવા માટે ઊમટી પડયા હતા.
