ચીનની ફોટોન મૅટ્રિક્સ કંપનીએ હવામાં ઊડતા મચ્છરોને લેસરથી ટાર્ગેટ કરીને મારતી હાઈ-પાવર્ડ ઇન્ફ્રારેડ લેસર સિસ્ટમનો વિડિયો જાહેર કર્યો છે.
જાણે ડિસ્કો લાઇટ ચાલતી હોય એવું જંગલમાં મચ્છરો મારતું લેસર મશીન ચીને બનાવ્યું
ચીનની ફોટોન મૅટ્રિક્સ નામની કંપનીએ એક નવો વિડિયો બહાર પાડ્યો છે. એમાં મચ્છરોનો ખાતમો કરવા માટે ઍર ડિફેન્સ ટૂલ બહાર પડ્યું છે. આ મશીન હાઈ-પાવર્ડ ઇન્ફ્રારેડ લેસર છે જે ઊડતા મચ્છરોની પાંખોને ટાર્ગેટ કરીને તેમને મારી નાખે છે. આ ડિવાઇસ જ્યારે રાતના અંધારામાં જંગલ કે ખેતરમાં ઍક્ટિવેટ કરવામાં આવે છે ત્યારે હવામાં ઊડતા મચ્છરોને આ લેસર લાઇટ્સ ટાર્ગેટ કરે છે. મચ્છરોની સંખ્યા વધુ હોય તો લેસર કિરણો ખૂબ ઝડપથી તેમને ટાર્ગેટ કરે છે. લેસરનાં બ્લુ કિરણોને કારણે જંગલમાં જાણે ડિસ્કો લાઇટ શરૂ કરી હોય એવો નજારો ખડો થાય છે.
