તેમના શરીરની સ્ટ્રેન્ગ્થ, ફ્લેક્સિબિલિટી, સહનશક્તિ અને ઓવરઑલ ફિટનેસ જોઈને જજિઝ પણ મોંમાં આંગળાં નાખી ગયાં હતાં.
સન મિન્ગહુઈ
ચીનમાં વુહાન શહેરમાં યોજાયેલી નૅશનલ ફિટનેસ ન્યુકમર્સ ક્વૉલિટી કૉમ્પિટિશનમાં સુવર્ણપદક જીતનારા કરતાં કાંસ્યપદક જીતનાર સોશ્યલ મીડિયામાં વધુ ચર્ચામાં છે. એનું કારણ એ છે કે ત્રીજા નંબરે આવનાર સ્પર્ધક ૭૧ વર્ષનાં દાદી છે. સન મિન્ગહુઈ નામનાં આ દાદી સ્ત્રી પુખ્ત વયની કૅટેગરીમાં સૌથી વયસ્ક સ્પર્ધક હતાં, પરંતુ તેમની ફિટનેસ જોઈને ભલભલા ચકિત થઈ ગયા હતા. એક સ્ટીલ ફૅક્ટરીની કૅફેટેરિયામાં કામ કરતાં સન મિંગહુઈ એક્સરસાઇઝ કરતાં હતાં, પરંતુ રિટાયર થયા પછી તેમણે ફિટનેસ પ્રત્યે વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. છેક ૬૭ વર્ષની ઉંમરે તેમણે રનિંગ, સાઇક્લિંગ, રસ્સીકૂદ અને માઉન્ટન હાઇકિંગ જેવી ઍક્ટિવિટીઝ કરવાનું શરૂ કરેલું. આ માટે તેમણે પ્રોફેશનલ ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું અને જીવનના ૭૦ દાયકા વિતાવ્યા પછી પહેલી વાર સિક્સ-પૅક્સ ઍબ્સ બનાવી. તેમના શરીરની સ્ટ્રેન્ગ્થ, ફ્લેક્સિબિલિટી, સહનશક્તિ અને ઓવરઑલ ફિટનેસ જોઈને જજિઝ પણ મોંમાં આંગળાં નાખી ગયાં હતાં.

