Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Biological Material Smuggling: હવે અમેરિકાએ દબોચ્યો ચીની વૈજ્ઞાનિકને- કરતો હતો ખતરનાક ફંગસનું આવું કાવતરું

Biological Material Smuggling: હવે અમેરિકાએ દબોચ્યો ચીની વૈજ્ઞાનિકને- કરતો હતો ખતરનાક ફંગસનું આવું કાવતરું

Published : 10 June, 2025 11:02 AM | Modified : 11 June, 2025 06:57 AM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Biological Material Smuggling: વુહાનની લેબના ચેંગક્સુઆન હાનને 8મી જૂને ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર પહોંચ્યા બાદ એફબીઆઇ દ્વારા કસ્ટડીમાં લેવાયો.

તસવીર સૌજન્ય - FBI ડિરેક્ટર કાશ પટેલનું એક્સ અકાઉન્ટ

તસવીર સૌજન્ય - FBI ડિરેક્ટર કાશ પટેલનું એક્સ અકાઉન્ટ


Biological Material Smuggling: તાજેતરમાં જ ૩૩ વર્ષની જિયાન અને ૩૪ વર્ષનો લિયૂ આ બે ચાઈનાનાં નાગરિકો જબરદસ્ત ચર્ચામાં આવ્યા હતા. તેઓની ઉપર એવો આરોપ હતો કે તેઓએ અમેરિકામાં એક ખૂબ જ ભયાવહ કહી શકાય એવા ખતરનાક રોગાણુની સ્મગલિંગ કરી છે. આ રોગાણુ વનસ્પતિ છોડમાં રોગ પેદા કરે છે. યુએસ ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એવું જણાવાયું છે કે આ બે ચીની નાગરિકોએ યુ.એસમાં ફ્યુજેરિયમ ગ્રામિનરમ નામની જંતુનાશક ફૂગની દાણચોરી કરી હતી. જેને વૈજ્ઞાનિકો કૃષિ આતંકવાદનું હથિયાર ગણે છે. હવે આવા જ બીજા એક સમાચાર સામે આવ્યા છે. આવા જ મોટા કૃષિ-આતંકવાદના ષડયંત્રના નામના બીજા સમાચાર એ છે કે હવે એક ચીની વૈજ્ઞાનિક દબોચી લેવાયો છે.


હવે, વુહાનની હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકની ધરપકડ



ચાઇનીઝ નાગરિક તેમ જ પીએચ. ડી. સ્ટુડન્ટની યુએસમાં જૈવિક સામગ્રીની દાણચોરી (Biological Material Smuggling) કરવા અને ફેડરલ અધિકારીઓને ખોટી માહિતી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વુહાનની હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધક ચેંગક્સુઆન હાનને 8મી જૂને ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર પહોંચ્યા બાદ એફબીઆઇ દ્વારા કસ્ટડીમાં લીધો હતો. ફેડરલ વકીલોના જણાવ્યા અનુસાર તેની પર યુએસમાં માલની દાણચોરી અને ખોટા નિવેદનો આપવા બાબતે ગુનો નોંધાયો છે.


"ગઈકાલે, ડેટ્રોઈટે યુએસમાં જૈવિક સામગ્રીની દાણચોરી અને ફેડરલ એજન્ટો સાથે ખોટું બોલવાના આરોપમાં બીજા ચીની નાગરિકની ધરપકડ કરાઇ છે." એ પ્રકારની માહિતી એફબીઆઇના ડિરેક્ટર કાશ પટેલે એક્સ પર પોસ્ટ દ્વારા આપી હતી.

કાશ પટેલે ચીની સામ્યવાદી પક્ષ પર એવો આરોપ (Biological Material Smuggling) પણ મૂક્યો છે કે તેઓ અમેરિકન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને નીચે પાડવા માટે સતત આ પ્રકરનાં પગલાં ભરે છે. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે, એફબીઆઇ અને અન્ય ફેડરલ એજન્સીઓ આવી રોગકારક દાણચોરીની કામગીરીઓ પર કડક કાર્યવાહી કરી રહી છે.


કોણ છે આ ધરપકડ કરાયેલ વ્યક્તિ?

આ વ્યક્તિની ઓળખ ચેંગશુઆન હાન તરીકે થઇ છે. જે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો નાગરિક છે અને ચીનના વુહાનમાં પીએચડી કરી રહ્યો છે.

ચોથી જૂન બનેલી ઘટના (Biological Material Smuggling)ની વાત કરીએ તો બે ચીની નાગરિકો ઝુનયોંગ લિયુ અને યુન્કિંગ જિયાન પર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કૃષિ આતંકવાદના હથિયાર કહી શકાય એવા ફ્યુજેરિયમ ગ્રામિનરમની દાણચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે અબજો રૂપિયાના પાકને નષ્ટ કરી શકવાની તાકાત ધરાવે છે. એટલું જ નહીં તેના દ્વારા માનવો અને પ્રાણીઓને પણ અનેક બીમારી કરી શકે છે. એફબીઆઇની ફરિયાદ અનુસાર, ચીનમાં સંશોધક લિયુ જુલાઈ 2024માં પોતાની ગર્લફ્રેન્ડ જિયાનને મળવા માટે અમેરિકા આવ્યો હતો, જ્યાં જિયાન કામ કરતો હતો તે યુનિવર્સિટી ઓફ મિશિગન લેબમાં કથિત રીતે રિસર્ચ માટે આવ્યો હતો. પછી તેઓએ કરેલ આ દાણચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

ફ્યુજેરિયમ ગ્રામિનિયરમ એક જૈવિક રોગાણું છે. જૈવિક સુક્ષ્મ જીવાણુ (Biological Material Smuggling) તો મનુષ્યો, પ્રાણીઓ અને છોડ સહિત અન્ય સજીવોને રોગ કરી શકે છે અથવા તો નુકસાન પહોંચાડી શકે છે. ફ્યુજેરિયમ ગ્રામિનિયરમ એક હાનિકારક ફૂગ/ ફંગસ છે જે ઘઉં, જવ, ઓટ અને મકાઈ જેવા અનાજના પાકને બગાડે છે. પાકમાં રોગ થાય છે, તો અનાજની ગુણવત્તા નબળી પડે છે. પાકને ચેપ લગાડ્યા પછી, ફૂગ ડીઓક્સિનિવાલેનોલ અને ગેર્લેનોન જેવા ઝેર ઉત્પન્ન કરે છે, જે અનાજને અખાદ્ય બનાવે છે. અનાજ પણ ઝેરી હોઈ શકે છે અને મનુષ્યો અને પ્રાણીઓ માટે આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2025 06:57 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK