કેટલાક લોકો એને ચમત્કાર માને છે તો કોઈક એને દૈવી શક્તિ માને છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ રૅર પ્રજાતિની માછલી છે જે આ પહેલાં છત્તીસગઢના કોરબામાં પણ જોવા મળી હતી.
ઘુવડ જેવા ચહેરાવાળી માછલી
છત્તીસગઢના હરદીબજાર પાસેના સરાઈસિંગાર ગામમાં એક અજીબોગરીબ ઘટના ઘટી છે. અહીંના રાધાસાગર તળાવમાં માછલી પકડી રહેલા એક ગ્રામીણને અત્યંત દુર્લભ અને આ પહેલાં કદી ન જોઈ હોય એવી માછલી મળી છે. એનો દેખાવ એટલો વિચિત્ર છે કે એ માછલીને જોવા ગામલોકો ટોળે વળ્યા છે. એને ચાર આંખો છે અને મોં પણ અસામાન્ય કહેવાય એટલું મોટું છે. ચોક્કસ ઍન્ગલથી તસવીર લેવાથી આ ફિશ ઘુવડ જેવી દેખાતી હોવાથી લોકોમાં કુતૂહલ વધી ગયું છે. કેટલાક લોકો એને ચમત્કાર માને છે તો કોઈક એને દૈવી શક્તિ માને છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ રૅર પ્રજાતિની માછલી છે જે આ પહેલાં છત્તીસગઢના કોરબામાં પણ જોવા મળી હતી.

