Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સગાઈમાં યુવક-યુવતીએ એકમેકને વીંટી ઉપરાંત હેલ્મેટ પણ પહેરાવી

સગાઈમાં યુવક-યુવતીએ એકમેકને વીંટી ઉપરાંત હેલ્મેટ પણ પહેરાવી

Published : 29 November, 2024 01:10 PM | IST | Rajnandgaon
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રીતે બીરેન્દ્રએ ટ્રાફિકના નિયમોનું પાલન અને જાગરૂકતાનો સંદેશ આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


‘જેના પર વીત્યું હોય તેને જ ગંભીરતા સમજાય’ એવી ઉક્તિ આપણે ઘણી વાર બોલતા-સાંભળતા હોઈએ છીએ, પરંતુ છત્તીસગઢના એક યુવકની પ્રવૃત્તિથી અનુભવી પણ શકાય છે. રાજનાંદગાંવ જિલ્લાના જરવાહી ગામમાં રહેતા બીરેન્દ્ર સાહુની સગાઈ ૨૪ નવેમ્બરે કરિયાટોલા ગામની જ્યોતિ સાહુ સાથે થઈ હતી. પ્રસંગમાં બન્નેએ એકમેકને વીંટી પહેરાવી હતી. એ પછી હેલ્મેટ પહેરાવી હતી. આ રીતે બીરેન્દ્રએ ટ્રાફિકના નિયમોનું પાલન અને જાગરૂકતાનો સંદેશ આપ્યો હતો. એની પાછળનું કારણ એવું છે કે જાન્યુઆરી ૨૦૨૨માં બીરેન્દ્રના પિતા પંચરામ સાહુ બાઇક પર ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહનની ટક્કર વાગી અને હેલ્મેટ નહોતી પહેરી એટલે માથામાં ગંભીર ઈજા થઈ અને તેઓ મૃત્યુ પામ્યા. માર્ગ-અકસ્માતમાં પિતાને ગુમાવ્યા પછી બીરેન્દ્રએ લોકોમાં હેલ્મેટ વિશે જાગૃતિ ફેલાવવાનો નિર્ણય કર્યો અને અત્યાર સુધીમાં તેણે ૧૦૦૦થી વધુ લોકોને નિ:શુલ્ક હેલ્મેટ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2024 01:10 PM IST | Rajnandgaon | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK