Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાણી વગર વલખાં મારતા બૅન્ગલોરમાં બિઅરની પણ અછત

પાણી વગર વલખાં મારતા બૅન્ગલોરમાં બિઅરની પણ અછત

08 May, 2024 10:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિઅરની ડિમાન્ડ વધી જતાં પબ્સમાં બિઅર-શૉર્ટેજ થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


બૅન્ગલોરમાં પાણીની અછતનો સામનો કરી રહેલા લોકોને હવે બિઅર માટે પણ તરસવાનો વારો આવી શકે છે. કાળઝાળ ગરમીમાં બિઅરની ડિમાન્ડ વધી જતાં પબ્સમાં બિઅર-શૉર્ટેજ થઈ છે. છેલ્લા મહિનાઓમાં બિઅરનું વેચાણ આકાશને આંબી ગયું હતું. સતત પ્રોડક્શનને લીધે બિઅરની અછત સર્જાઈ છે અને રીટેલ સ્ટોરને રીસ્ટૉકિંગ કરવામાં વાર લાગી રહી છે. સ્ટોરના માલિકોનું કહેવું છે કે આ વખતે સેલ્સ અપેક્ષા કરતાં વધી ગયું છે અને એ માટે તેઓ તૈયાર નહોતા. ઉનાળાની સીઝનમાં સામાન્ય રીતે લોકો ફ્રૂટ ફ્લેવરનો બિઅર પસંદ કરે છે, પણ આ વખતે કેરીનું એટલું ઉત્પાદન ન થતાં લોકો રેગ્યુલર બિઅર પી રહ્યા છે. આ ઉપરાંત IPL સીઝનને કારણે પણ એનું વેચાણ વધ્યું છે. આ વર્ષે ૩૦,૦૦૦ લીટર બિઅર વેચાઈ ચૂક્યો છે, ગયા વર્ષે આ આંકડો ૯૦૦૦ લીટર હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK