AI દ્વારા પ્રેમાનંદજી મહારાજને ગોળમટોળ, ચિકના ગાલ અને માસૂમ ચહેરા સાથે બાળક જેવા બનાવી દેવાયા છે જે બાળસ્વરૂપ વિરાટ અને અનુષ્કાને ઉપદેશ આપે છે કે મંત્રજાપનું રટણ કરો.
બેબી વર્ઝન વિડિયો ટ્રેન્ડમાં પ્રેમાનંદજી, વિરાટ-અનુષ્કા
થોડા સમય પહેલાં જિબ્લી ફોટોનો વાયરો ફૂંકાયો હતો. જોકે હવે એ ટ્રેન્ડમાં પણ બદલાવ આવી રહ્યો છે. હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ચૅટબૉટ દ્વારા બેબી વર્ઝન વિડિયોઝ ટ્રેન્ડમાં છે. થોડા સમય પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં પ્રેમાનંદજીબાબા પાસે ગયેલાં એ ઘટનાનો વિડિયો બેબી વર્ઝનમાં વાઇરલ થયો છે. પ્રેમાનંદબાબાનું ક્યુટ વર્ઝન બેબી વિરાટ અને બેબી અનુષ્કાને જ્ઞાન પીરસી રહ્યું છે. સંસદમાં ભારતના નેતાઓ ભાષણ આપી રહ્યા હોય એ ઘટનાનો પણ બેબી વર્ઝન વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

AI દ્વારા પ્રેમાનંદજી મહારાજને ગોળમટોળ, ચિકના ગાલ અને માસૂમ ચહેરા સાથે બાળક જેવા બનાવી દેવાયા છે જે બાળસ્વરૂપ વિરાટ અને અનુષ્કાને ઉપદેશ આપે છે કે મંત્રજાપનું રટણ કરો. વિરાટ-અનુષ્કા પૂરી શ્રદ્ધા સાથે એ સાંભળે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલજન્સની મદદથી હવે કોઈ પણ વ્યક્તિના ચહેરાને બાળક, વૃદ્ધ, સુપરહીરો એમ કંઈ પણ બનાવી શકાય છે. નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, નિર્મલા સીતારમણ જેવાં રાજનેતાઓનાં ક્યુટ બેબી વર્ઝન સોશ્યલ મીડિયા પર ક્રીએટ થઈ રહ્યાં છે.


