ધીમે-ધીમે બ્લૅન્કેટની અંદર સળવળાટ કરીને અજગરને હલાવ્યો. લગભગ અઢી ફુટનો અજગર ધીમે-ધીમે તેના શરીર પર ફરતો રહ્યો અને સરકતો રહ્યો
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં એક કપલ માટે રાતની મજાની ઊંઘમાં પડેલી ખલેલ દરમ્યાન જે શૉક મળ્યો એ ભલભલાને હાર્ટ-અટૅક અપાવે એવો હતો. વાત એમ હતી કે અડધી રાતે અચાનક જ પતિને લાગ્યું કે તેમના બેડ પર બીજું કોઈક છે. તેણે ફીલ કર્યું કે પત્નીના શરીર પર કંઈક છે. તેણે બાજુનો લૅમ્પ ચાલુ કરીને જોયું તો ખબર પડી કે પત્નીના શરીર પર એક જાયન્ટ પાયથન કુંડળી મારીને બેઠો છે. જો પત્ની સહેજ હલે તો અજગર વીફરે અને પત્નીનો જીવ જોખમમાં મુકાય. પતિએ શાંતિથી પત્નીને જગાડીને તેના કાનમાં કહેવું પડ્યું કે હલતી નહીં. એ પછી તેણે પત્નીને ઓઢાડેલી બ્લૅન્કેટ તેના માથા સુધી ખેંચી લીધી. જોકે એ જ વખતે તેને વિચાર આવ્યો કે તેમની રૂમમાં તેમનો પાળેલો ડૉગ પણ સૂતો છે. જો એને અજગર હોવાની ભનક પડશે તો ભસશે અને અજગર વીફરશે. પતિએ ચૂપચાપ ઊઠીને ડૉગને બીજી રૂમમાં સુવડાવ્યો. એ પછી પત્નીએ
ધીમે-ધીમે બ્લૅન્કેટની અંદર સળવળાટ કરીને અજગરને હલાવ્યો. લગભગ અઢી ફુટનો અજગર ધીમે-ધીમે તેના શરીર પર ફરતો રહ્યો અને સરકતો રહ્યો. ત્યાં સુધી પેલી મહિલા શાંતિથી પથારીમાં પડી રહી હતી.


