‘ડૉન ૩’માંથી રણવીર સિંહની હકાલપટ્ટી થઈ એ પછી ચર્ચા છે કે ‘ડૉન ૩’નો ડૉન શાહરુખ ખાન આ ફિલ્મમાં પાછો ફરશે
‘જવાન’ના ડિરેક્ટર ઍટલી સાથે શાહરુખ ખાન
‘ડૉન ૩’માંથી રણવીર સિંહની હકાલપટ્ટી થઈ એ પછી ચર્ચા છે કે ‘ડૉન ૩’નો ડૉન શાહરુખ ખાન આ ફિલ્મમાં પાછો ફરશે. સાથે એવી પણ ચર્ચા છે કે શાહરુખે પાછા ફરવા માટે એક શરત રાખી છે. આ શરત એ છે કે તે ‘જવાન’ના ડિરેક્ટર ઍટલીને આ ફિલ્મનું સુકાન સોંપાય એવું ઇચ્છે છે. આ બાબતે હજી કંઈ ફાઇનલ નથી થયું એટલે લેટ્સ વેઇટ ઍન્ડ વૉચ.


