૨૩ વર્ષની શ્રેયન્કા પાટીલ ૧૪ મહિનાઓ સુધી વિવિધ ઇન્જરીને કારણે ક્રિકેટથી દૂર હતી. જોકે હાલમાં WPLની ૩ મૅચમાં ૮ વિકેટ લઈને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ વચ્ચે સંયુક્ત રીતે પહેલા ક્રમે છે. ગુજરાત સામે તેણે ૩.૫ ઓવરમાં ૨૩ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
શ્રેયન્કા પાટીલ
નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં શુક્રવારે ગુજરાત જાયન્ટ્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૩૨ રને જીત નોંધાવી હતી. રાધા યાદવના ૬૬ રન અને રિચા ઘોષના ૪૪ રનના આધારે બૅન્ગલોરે ૭ વિકેટ ગુમાવીને ૧૮૩ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. શ્રેયન્કા પાટીલના મૅજિકલ સ્પેલને કારણે ગુજરાત ૧૮.૫ ઓવરમાં ૧૫૦ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઇતિહાસમાં પહેલી વખત બૅન્ગલોરે હૅટ-ટ્રિક જીત સાથે સીઝનની શરૂઆત કરી છે.
૨૩ વર્ષની શ્રેયન્કા પાટીલ ૧૪ મહિનાઓ સુધી વિવિધ ઇન્જરીને કારણે ક્રિકેટથી દૂર હતી. જોકે હાલમાં WPLની ૩ મૅચમાં ૮ વિકેટ લઈને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ વચ્ચે સંયુક્ત રીતે પહેલા ક્રમે છે. ગુજરાત સામે તેણે ૩.૫ ઓવરમાં ૨૩ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેની ક્રિકેટ-કરીઅરમાં તેણે પહેલી જ વખત એક મૅચમાં પાંચ વિકેટ લીધી હતી. WPLની એક મૅચમાં પાંચ વિકેટ લેનાર તે સૌથી યંગેસ્ટ બોલર બની ગઈ છે. શ્રેયન્કા પાટીલે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૩ વખત ૪ કે એથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો છે.


