Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગણેશજી એટલા સૂક્ષ્મ બનાવ્યા કે એમનો રથ પણ કીડીએ ખેંચ્યો

ગણેશજી એટલા સૂક્ષ્મ બનાવ્યા કે એમનો રથ પણ કીડીએ ખેંચ્યો

Published : 18 September, 2026 03:33 PM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધ્ર પ્રદેશના પેડ્ડાપુરમમાં રહેતા તલાબથુલા સાઈ નામના માઇક્રો-આર્ટિસ્ટે ગણેશોત્સવના અવસર પર ગજાનનની અત્યંત સૂક્ષ્મ એટલે કે માઇક્રો મૂર્તિ બનાવી હતી. આ કલાકૃતિ એટલી સૂક્ષ્મ હતી કે એ મૂર્તિ રથમાં બેસાડ્યા પછી એ રથ કે ટ્રૉલી કીડી પણ ખેંચી શકે એવી હતી.

ગણેશજી એટલા સૂક્ષ્મ બનાવ્યા કે એમનો રથ પણ કીડીએ ખેંચ્યો

ગણેશજી એટલા સૂક્ષ્મ બનાવ્યા કે એમનો રથ પણ કીડીએ ખેંચ્યો


આંધ્ર પ્રદેશના પેડ્ડાપુરમમાં રહેતા તલાબથુલા સાઈ નામના માઇક્રો-આર્ટિસ્ટે ગણેશોત્સવના અવસર પર ગજાનનની અત્યંત સૂક્ષ્મ એટલે કે માઇક્રો મૂર્તિ બનાવી હતી. આ કલાકૃતિ એટલી સૂક્ષ્મ હતી કે એ મૂર્તિ રથમાં બેસાડ્યા પછી એ રથ કે ટ્રૉલી કીડી પણ ખેંચી શકે એવી હતી. ગણેશજીની પ્રતિમા માત્ર ૧ સેન્ટિમીટર લાંબી અને ૩ મિલિમીટર પહોળી છે. આખી કલાકૃતિ એટલે કે રથ સહિત મૂર્તિનું કુલ વજન માત્ર ૧ ગ્રામ છે. આ સૂક્ષ્મ પ્રતિમા બનાવવા માટે ૧૦૦ મિલિગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ રથમાં લાકડાનો ઉપયોગ કરવા ઉપરાંત સ્ટીલની બૉલબેરિંગ પણ વાપરવામાં આવી છે જેથી એ રથ બિલકુલ અસલી લાગે અને થોડાક જ બળપ્રયોગથી એ ચાલી શકે. કલાકાર સાઈએ ૮ દિવસ સુધી રોજ એક કલાક કામ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 03:33 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK