એની માત્ર ૭૫ બૉટલ તૈયાર કરવામાં આવી છે. આમ એ એક કલેક્ટર્સ આઇટમ છે. એની બૉટલ અને પૅકેજિંગને પણ શાનદાર બનાવવામાં આવ્યાં છે.
અમૃત એક્સ્પેડિશન નામની ભારતની સૌથી જૂની અને દુર્લભ સિંગલ મૉલ્ટ વ્હિસ્કી લૉન્ચ કરી છે જેની કિંમત ૧૦.૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે.
ભારતીય શરાબ બજારમાં અમૃત ડિસ્ટિલરીઝ નામની કંપનીએ એની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે અમૃત એક્સ્પેડિશન નામની ભારતની સૌથી જૂની અને દુર્લભ સિંગલ મૉલ્ટ વ્હિસ્કી લૉન્ચ કરી છે જેની કિંમત ૧૦.૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ એક બૉટલની કિંમત ભારતમાં મળતી ઘણી કાર કરતાં પણ મોંઘી છે. મારુતિ સિયાઝ કાર ભારતમાં ૯.૪૨ લાખ રૂપિયામાં મળે છે. આમ આ વ્હિસ્કી એનાથી પણ મોંઘી છે. આ વ્હિસ્કીને ૧૫ વર્ષ માટે એજ કરવામાં આવી છે. એની માત્ર ૭૫ બૉટલ તૈયાર કરવામાં આવી છે. આમ એ એક કલેક્ટર્સ આઇટમ છે. એની બૉટલ અને પૅકેજિંગને પણ શાનદાર બનાવવામાં આવ્યાં છે.


