કૅલિફૉર્નિયાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગૅરી નોલાને જણાવ્યું કે મને ૧૦૦ ટકા ખાતરી છે કે પરગ્રહવાસીએ પૃથ્વીની મુલાકાત લીધી છે અને એ હજી પણ અહીં છે.

પ્રોફેસર ગૅરી નોલાન
અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ (યુએફઓ)ને જોનારા યુદ્ધવિમાનના પાઇલટના મગજનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે પરગ્રહથી આવનાર એલિયન ઘણા લાંબા સમયથી પૃથ્વી પર છે. એલિયન્સ વિશે વાર્તાઓ તો ઘણી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. યુએફઓની વિવિધ કાવતરાંઓની વાર્તા પણ સાચી સાબિત થઈ રહી નથી, પરંતુ કૅલિફૉર્નિયાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગૅરી નોલાને જણાવ્યું કે મને ૧૦૦ ટકા ખાતરી છે કે પરગ્રહવાસીએ પૃથ્વીની મુલાકાત લીધી છે અને એ હજી પણ અહીં છે. યુએફઓને જોનારા ફાઇટર પાઇલટના મગજની ચકાસણી કરવામાં આવી હતી. ૨૦૨૧માં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે આ પાઇલટના મગજ વિશે વાત કરતાં કહ્યું હતું કે જો તમે મલ્ટિપલ સ્કલેરોસિસ ધરાવતી વ્યક્તિનું એમઆરઆઇ જોયું હોય તો એમાં સફેદ ડાઘ દેખાય છે. વધુ બીમારી હોય તો ડાઘ વધારે હોય. મેં ડિફેન્સ કે પછી ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એવા લોકોના મગજનાં એમઆરઆઇ જોયાં છે. એમાં પણ આ પ્રકારના ડાઘ દેખાય છે. જરૂર કંઈક ખોટું છે.’ જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે એલિયન યુએફઓની અંદર રહેતા નહીં હોય. જો તમારે ઍમેઝૉનમાં રહેતા આદિવાસીઓ વિશે જાણવું હોય તો ત્યાં જવું પડે અને એ જ પ્રમાણે તમારે એલિયન વિશે જાણવું હોય તો એટલી બુદ્ધિ કેળવવી પડે, એમાં જીવનું પણ જોખમ છે. એલિયન એવાં કામ કરી શકે છે જે કરવા માટે માણસો સક્ષમ નથી.’

